Spend Diwali At Rann Utsav Kutch – Rann Utsav will be Starting from Diwali

કચ્છ રણઉત્સવ…દિવાળી થી શરુ…

મેઘરાજાની મહેરબાથી કચ્છના રણમાં ફરી વળેલા પાણી ઓસરવાનું શરૂ થતાં ધીમેધીમે ધોરડો પંથક સફેદ ચાદરમાં લપેટાઈ રહ્યો છે. આ વર્ષે વર્ષારાણીએ વરસાવેલા અસીમ હેતથી સફેદ રણની ચાંદની સવિશેષ હશે એમાં કોઈ શંકા ન હોવાથી પ્રકૃત્તિપ્રેમીઓ આ નજારાને માણવા થનગની રહ્યા છે. કુદરતની અજાયબી સમા ધોરડાના સફેદ રણ સહિત કચ્છના અસલી મિજાજને માણવાનો રણ ઉત્સવથી વિશેષ અવસર બીજો કયો હોઈ શકે? એટલા માટે જ તો
માત્ર ગુજરાતના જ નહીં દેશ-વિદેશના ટૂરિસ્ટ્સ 1 નવેમ્બર રાહ જોઈને બેઠાં છે.

Rann Utsav will be Starting from Diwali - Spend Diwali At Rann Utsav Kutch

આ વખતના રણ ઉત્સવને વધુ રંગીન અને આકર્ષણરૂપ બનાવવા કોઈ કસર છોડવામાં આવી નથી. રાજ્ય સરકાર કે આયોજકો જ નહીં કચ્છીમાડુઓ પણ એટલી જ દિલચશ્પી સાથે સજીધજીને તૈયાર થઈ ગયા છે. સફેદ રણના સથવારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયનો પ્રાકૃતિક નજારો અને પૂનમની રાતે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદનીનો લ્હાવો જીંદગીભરનું સંભારણું બની રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે કલા, કારીગરી, સંગીત, નૃત્ય સહિત કચ્છના ભવ્ય વારસા અને આ પંથકમાં કુદરતે ખોબલે ખોબલે વેરેલાં સૌંદર્યને માણી શકે તે માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે.

Rann Utsav will be Starting from Diwali - Spend Diwali At Rann Utsav Kutch

રણ ઉત્સવ એ ખુમારી અને જોમવંતી પ્રજા માટે જાણીતા કચ્છની વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન કરાવે છે. આ વખતે આ ઝાંખીના દર્શન કરાવતું ‘રન કી કહાનિયા’ થીમ સોંગ પણ બનાવવામાં આવ્યું છે. આદિત્ય ગઢવીના સૂરમાં ફિલ્માવાયેલા આ ગીતમાં આ ઉત્સવની આછેરી રોનક જોઈ શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ કે, આ વખતે અહીં આવનારા ટૂરિસ્ટ ટેન્ટ સિટીથી તેમના અવિસ્મરણિય અનુભવો પણ શેર કરી શકશે.

Rann Utsav will be Starting from Diwali - Spend Diwali At Rann Utsav Kutch

Rann Utsav will be Starting from Diwali - Spend Diwali At Rann Utsav Kutch

આ વખતનો રણ ઉત્સવ 26મી ઑક્ટોબર 2023 થી 20મી ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. આ માટેની તમામ માહિતી ફેસબુક પેજ Rann Utsav પર આપવામાં આવી છે. આ ઉપરાંત બુકિંગ સહિતની જાણકારી માટે www.rannutsav.com પર પણ લોગ ઈન અથવા ટોલ ફ્રી 1800 233 9008 કરી શકો છો.

Rann Utsav will be Starting from Diwali - Spend Diwali At Rann Utsav Kutch

The official dates for Rann Utsav have been announced check out this link – https://www.rannutsav.com/blog/official-date-announced-of-rann-utsav-2023-2024/